Saturday, February 29, 2020

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ


આજ રોજ તા.૨૮/૦૨/૨૦૨૦ના શુક્રવારના અત્રેની શ્રી આર. કે. નારાયણ ઈંગ્લીશ સ્કુલ નં. ૩૨૬માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સૌપ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની સમજ આપવામાં આવી હતી. રમન ઈફેક્ટની સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના વાઈરસ, ગ્લોબલ વોર્મિંગ તેમજ મોબાઈલના લાભાલાભ વિષય પર સુંદર રજૂઆત બાળકો દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ધો.૧ ના વિદ્યાર્થીઓ દ્વારા ફેશન શોના તર્જ પર વૈજ્ઞાનિકોનું પરિચય તેમજ વિજ્ઞાનના સાધનોનો પરિચય આપવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકશ્રી દિપક સુધાકર સોનાર દ્વારા કોરોના વાઇરસની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અંતે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

Saturday, February 22, 2020

માતૃભાષા દિનની ઉજવણી અહેવાલ


                   આજ રોજ તા.૨૦/૦૨/૨૦૨૦ અત્રેની શ્રી આર. કે. નારાયણ ઈંગ્લીશ સ્કુલ નં. ૩૨૬માં માતૃભાષા દિનની  ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોમાં માતૃભાષાના સંસ્કારના બીજ રોપાય તેમજ નવીન પેઢીના જીવન ઘડતર અને સંસ્કાર ઘડતરની આ દિવસે શાળામાં પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. દરેક સફળ કામની પાછળ એક ય્પ્ગ્ય અને અસરકારક આયોજન જરૂરી છે. એ જ રીતે માતૃભાષા દિવસ ને સફળ બનવવા શાળાના શિક્ષકશ્રીઓએ માતૃભાષા દિવસની આજના સમયમાં અગત્યતાની સમજ આપી હતી.
       આ દિવસની શરૂઆત મનુષ્ય ગૌરવ ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળામાં ધો.૬ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ માતૃભાષાના મહત્વ અંગે સુંદર રજૂઆત કરી હતી.
       આમ. માતૃભાષા દિવસને સુંદર આયોજન સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.

Friday, February 14, 2020

શહીદ વંદના કાર્યક્રમ

Educational Visit - Health center

આજ રોજ શાળામાંથી શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળાની નજીક આવેલ વિજયાનગર હેલ્થ સેન્ટરની મુલાકાત વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા લેવામાં આવી હતી. આ મુલાકાત અંતગત તેમાં સરકારશ્રી દ્વારા મળતી તમામ સુવિધાઓ અંગે સમજ આપવામાં આવી હતી. તેના વિષે જ્ઞાન મેળવી બાળકોના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થઇ.
 

Education visit - Library

આજ રોજ શાળામાંથી શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળાની નજીક આવેલ પુસ્તકાલયની મુલાકાત વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા લેવામાં આવી હતી. પુસ્તકાલય વિષે જાણકારી આપવામાં આવી હતી. તેના વિષે જ્ઞાન મેળવી બાળકોના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થઇ.
 

Quiz Competition on Chhattisgarh (छत्तीसगढ़)

Information about Chhattisgarh (छत्तीसगढ़)