શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326( અંગ્રેજી માધ્યમ) ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી
આજ રોજ અત્રેની શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326( અંગ્રેજી માધ્યમ) ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથી તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર કાપડિયા, વોર્ડ નંબર 24 ના લોકલાડીલા કોર્પોરેટર તેમજ જાહેર પરિવહન કમિટીના ચેરમેન શ્રી સોમનાથ ભાઈ મરાઠે, કોર્પોરેટરશ્રી તેમજ મસ્કતી સલાહકાર કમિટીના ચેરમેન ડોક્ટર બળવંતભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, પૂર્વ કાર્પેટર શ્રી સુરેશભાઈ કંસાગરા, શાળાના સી.આર.સી શ્રીદેવીદાસ પાટીલ, દાતાશ્રી ગુલાબભાઈ ચૌધરી અને એમને ટીમ, શાળા ક્રમાંક 142 ના આચાર્યશ્રી વિપુલભાઈ પાટીલ અને 264 ના આચાર્યશ્રી વિજયભાઈ પાટીલ તેમજ એસએમસી કમિટીના અધ્યક્ષ સીમાબેન ચૌધરી તેમજ તમામ એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી. ત્યારબાદ ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા લેઝીમ ડાન્સ દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. બાલવાટીકા થી ધોરણ બે ના બાળકો દ્વારા સુંદર કૃતિ રજૂ કરવામાં આવી. શાળામાં વર્ષ દરમિયાન જુદી જુદી સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. વર્ષ 2023 24 દરમિયાન બાલવાટિકા થી ધોરણ બે ના બાળકો માંથી એક કુમાર અને એક કન્યાને તેના અભ્યાસના આધારે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ય ની ટ્રોફી આપવામાં આવી હતી. પ્રથમ સત્રાંત પરીક્ષા, યુનિટ ટેસ્ટ તેમજ હાજરીના આધારે ધોરણ ત્રણ થી પાંચ માંથી અને ધોરણ છ થી આઠમાંથી એક કુમાર અને એક કન્યાને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરની ટ્રોફી આપવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન બેસ્ટ ક્લાસ ઓફ ધ યર એવોર્ડ ધોરણ છ ના બાળકોને આપવામાં આવ્યું હતું. જ્યારે બાલ વૃંદ ગ્રુપ ઓફ ધ યર નો એવોર્ડ ટીમ રેડ ને આપવામાં આવ્યું હતું. આવનાર મહેમાનશ્રીઓએ વિજેતા બાળકોને ટ્રોફી અર્પણ કરી હતી. માનનીય નગરી સેવક શ્રી સોમનાથ ભાઈ મરાઠે દ્વારા પ્રસંગને અનુરૂપ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ ત્રણ થી પાંચ ના બાળકો દ્વારા સોશિયલ મીડિયા અવેરનેસ અંતર્ગત સુંદર નામ રજૂ કરવામાં આવ્યો. આવનાર મહેમાન શ્રી માનનીય સોમનાથ ભાઈ મરાઠે દ્વારા સોશિયલ મીડિયા અવેરનેસ ડ્રામામાં ભાગ લેનાર તમામ બાળકોને પુરસ્કાર આપવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ 3 થી 5 ના બાળકોએ ફ્રેન્ડશીપ વિશે સુંદર કૃતિ રજૂ કરી હતી. ધોરણ છ થી આઠ ની કન્યાઓએ ભારતની જુદી જુદી 10 ભાષાઓ નો સમાવેશ કરતી સુંદર ડાન્સ કૃતિ રજૂ કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા દ્વારા બાળકોને સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ધોરણ છ થી આઠ ના બાળકોએ પિરામિડ કૃતિ દ્વારા તાકાત અને કોર્ડીનેશન દર્શાવતી સુંદર કૃતિ રજૂ કરી હતી. અંતે ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા લેઝી ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં હાસ્ય રસ ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થી ભૌમિક પ્રદીપ મોહંતી દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રી દ્વારા આવનાર મહેમાન શ્રી કાર્યક્રમને સફળ બનાવવા ના તમામ બાળકો અને શિક્ષકોને અભિનંદન આપી આભાર વિધિ કરવામાં આવી હતી. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું.
0 comments: