Saturday, February 29, 2020

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ


આજ રોજ તા.૨૮/૦૨/૨૦૨૦ના શુક્રવારના અત્રેની શ્રી આર. કે. નારાયણ ઈંગ્લીશ સ્કુલ નં. ૩૨૬માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સૌપ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની સમજ આપવામાં આવી હતી. રમન ઈફેક્ટની સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના વાઈરસ, ગ્લોબલ વોર્મિંગ તેમજ મોબાઈલના લાભાલાભ વિષય પર સુંદર રજૂઆત બાળકો દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ધો.૧ ના વિદ્યાર્થીઓ દ્વારા ફેશન શોના તર્જ પર વૈજ્ઞાનિકોનું પરિચય તેમજ વિજ્ઞાનના સાધનોનો પરિચય આપવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકશ્રી દિપક સુધાકર સોનાર દ્વારા કોરોના વાઇરસની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અંતે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
Previous Post
Next Post
Related Posts

0 comments: