આજ રોજ
તા.૨૦/૦૨/૨૦૨૦ અત્રેની શ્રી આર. કે. નારાયણ ઈંગ્લીશ સ્કુલ નં. ૩૨૬માં માતૃભાષા
દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં
બાળકોમાં માતૃભાષાના સંસ્કારના બીજ રોપાય તેમજ નવીન પેઢીના જીવન ઘડતર અને સંસ્કાર
ઘડતરની આ દિવસે શાળામાં પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. દરેક સફળ કામની પાછળ એક ય્પ્ગ્ય
અને અસરકારક આયોજન જરૂરી છે. એ જ રીતે “માતૃભાષા
દિવસ” ને સફળ બનવવા શાળાના શિક્ષકશ્રીઓએ માતૃભાષા દિવસની
આજના સમયમાં અગત્યતાની સમજ આપી હતી.
આ
દિવસની શરૂઆત “મનુષ્ય ગૌરવ” ગીતથી
કરવામાં આવી હતી. ત્યારબાદ શાળામાં ધો.૬ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ માતૃભાષાના મહત્વ અંગે
સુંદર રજૂઆત કરી હતી.
આમ.
માતૃભાષા દિવસને સુંદર આયોજન સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.

0 comments: