તા.13-૦6-2023 ના રોજ અત્રેની શાળાઓ શાળા ક્રમાંક- ૨૧૧, ૨૧૨, ૧૪૨, ૨૧૦, ૨૦૪. ૩૨૬ નું સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય અતિથી તરીકે ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, નગર સેવકશ્રી પૂર્ણિમાબેન દાવલે અને શ્રી સોમનાથભાઈ મરાઠે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે ધો. 1 તેમજ બાલવાટિકામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓનું શાળા પ્રવેશ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ધો.૩ થી 8 માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ, NMMS માં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓનું સન્માન તથા દાતાશ્રી ગુલાબભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વિષે પ્રેરણાત્મક ઉદબોધન કરવામાં આવેલ હતું. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અહેવાલ
0 comments: