શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા દેશભક્તિ આધારિત સરસ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. ધોરણ ત્રણ થી પાંચ ના બાળકો દ્વારા અભ્યાસના મહત્વ અંતર્ગત સરસ સુધી રજૂ કરવામાં આવી હતી. શાળાની બીજી વિદ્યાર્થીનીઓએ મરાઠી લોકનુત્ય લાવણી રજૂ કર્યો હતો. ધોરણ 2 અને 8 ની વિદ્યાર્થીઓ દ્વારા પણ સરસ ગીત રજૂ કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ માં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આજ કાર્યક્રમમાં ધોરણ 8 ની વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આવનાર મહેમાનશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા પણ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું. અંતે ધોરણ આઠના વર્ગ શિક્ષક શ્રી દિપકભાઈ સોનાર દ્વારા આભાર વિધિ કરી આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું
આ કાર્યક્રમના વિડિયો જોવા માટે નીચે ક્લિક કરજો.
0 comments: