Thursday, March 7, 2024

શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326( અંગ્રેજી માધ્યમ) ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી

આજ રોજ અત્રેની શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326( અંગ્રેજી માધ્યમ) ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથી તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર કાપડિયા, વોર્ડ નંબર 24 ના લોકલાડીલા કોર્પોરેટર તેમજ જાહેર પરિવહન કમિટીના ચેરમેન શ્રી સોમનાથ ભાઈ મરાઠે, કોર્પોરેટરશ્રી તેમજ મસ્કતી સલાહકાર કમિટીના ચેરમેન ડોક્ટર બળવંતભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, પૂર્વ કાર્પેટર શ્રી સુરેશભાઈ કંસાગરા, શાળાના સી.આર.સી શ્રીદેવીદાસ પાટીલ, દાતાશ્રી ગુલાબભાઈ ચૌધરી અને એમને ટીમ, શાળા ક્રમાંક 142 ના આચાર્યશ્રી વિપુલભાઈ પાટીલ અને 264 ના આચાર્યશ્રી વિજયભાઈ પાટીલ તેમજ એસએમસી કમિટીના અધ્યક્ષ સીમાબેન ચૌધરી તેમજ તમામ એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી. ત્યારબાદ ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા લેઝીમ ડાન્સ દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. બાલવાટીકા થી ધોરણ બે ના બાળકો દ્વારા સુંદર કૃતિ રજૂ કરવામાં આવી. શાળામાં વર્ષ દરમિયાન જુદી જુદી સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. વર્ષ 2023 24 દરમિયાન બાલવાટિકા થી ધોરણ બે ના બાળકો માંથી એક કુમાર અને એક કન્યાને તેના અભ્યાસના આધારે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ય ની ટ્રોફી આપવામાં આવી હતી. પ્રથમ સત્રાંત પરીક્ષા, યુનિટ ટેસ્ટ તેમજ હાજરીના આધારે ધોરણ ત્રણ થી પાંચ માંથી અને ધોરણ છ થી આઠમાંથી એક કુમાર અને એક કન્યાને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરની ટ્રોફી આપવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન બેસ્ટ ક્લાસ ઓફ ધ યર એવોર્ડ ધોરણ છ ના બાળકોને આપવામાં આવ્યું હતું. જ્યારે બાલ વૃંદ ગ્રુપ ઓફ ધ યર નો એવોર્ડ ટીમ રેડ ને આપવામાં આવ્યું હતું. આવનાર મહેમાનશ્રીઓએ વિજેતા બાળકોને ટ્રોફી અર્પણ કરી હતી. માનનીય નગરી સેવક શ્રી સોમનાથ ભાઈ મરાઠે દ્વારા પ્રસંગને અનુરૂપ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ ત્રણ થી પાંચ ના બાળકો દ્વારા સોશિયલ મીડિયા અવેરનેસ અંતર્ગત સુંદર નામ રજૂ કરવામાં આવ્યો. આવનાર મહેમાન શ્રી માનનીય સોમનાથ ભાઈ મરાઠે દ્વારા સોશિયલ મીડિયા અવેરનેસ ડ્રામામાં ભાગ લેનાર તમામ બાળકોને પુરસ્કાર આપવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ 3 થી 5 ના બાળકોએ ફ્રેન્ડશીપ વિશે સુંદર કૃતિ રજૂ કરી હતી. ધોરણ છ થી આઠ ની કન્યાઓએ ભારતની જુદી જુદી 10 ભાષાઓ નો સમાવેશ કરતી સુંદર ડાન્સ કૃતિ રજૂ કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા દ્વારા બાળકોને સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ધોરણ છ થી આઠ ના બાળકોએ પિરામિડ કૃતિ દ્વારા તાકાત અને કોર્ડીનેશન દર્શાવતી સુંદર કૃતિ રજૂ કરી હતી. અંતે ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા લેઝી ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં હાસ્ય રસ ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થી ભૌમિક પ્રદીપ મોહંતી દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રી દ્વારા આવનાર મહેમાન શ્રી કાર્યક્રમને સફળ બનાવવા ના તમામ બાળકો અને શિક્ષકોને અભિનંદન આપી આભાર વિધિ કરવામાં આવી હતી. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું.

Monday, February 19, 2024

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ની ઉજવણી

આજ રોજ અત્રેની શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326, ઉધના, સુરત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં શિક્ષક શ્રી દિપક સુધાકર સોનાર દ્વારા વિદ્યાર્થીઓને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન વિશે માહિતી આપવામાં આવી હતી. શાળાના શિક્ષક નિખિલ વિજય પાટીલ અને IITE ના તાલીમાર્થી કિરીટ ભરતકુમાર પાટીલ દ્વારા શિવ ગર્જના રજૂ કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થિની તૃષ્ણા ખત્રી અને શ્રુતિ જેના દ્વારા સુંદર કૃતિ રજુ કરવામાં આવી હતી. શાળાના બેન્ડ દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી હતી. એકતા તમે સંસ્કૃતિનાં સમન્વય અંગે આચાર્યશ્રી દ્વારા સમજ આપવામાં આવી હતી.

Saturday, January 13, 2024

એ... કાઈપો છે....: સુરત ઉધનાની શ્રી આર. કે.નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326 ખાતે ઉત્તરાયણ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

આજ રોજ શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326, વિજયાનગર, ઉધના સુરત ખાતે મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી ના ભાગરૂપે "KITE MAKING COMPETITION" આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ 1થી 8 તથા બાલવાટિકાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રંગબેરંગી પતંગો બનાવી આનંદ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા પતંગ ચગાવતી વખતે રાખવાની કાળજીની સમજ આપવામાં આવી હતી. તેમજ આ તહેવાર વિશે માહિતી આપવામાં આવી હતી.

Monday, January 8, 2024

શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્ર. 326માં TWINNING કાર્યક્રમ યોજાયો

શિક્ષણ મંત્રાલય ભારત દ્વારા 'Twinning of School' કાર્યક્રમ અમલમાં મુકાયેલો છે. આ કાર્યક્રમ શાળાઓ વચ્ચે ભાગીદારી તરીકે ઓળખાય છે. બે શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજા પાસેથી શીખે તેવો ઉદેશ આ

'Twinning of School' કાર્યક્રમનો છે. શાળાઓ વચ્ચે સુસંગત શિક્ષણની તકો માટે પરસ્પર જોડાણ સ્થાપિત થાય, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોની વહેચણી થઈ શકે.
આ કાર્યક્રમ અંતર્ગત અહીંની શાળાની જોડી નજીકની નગર પ્રાથમિક શાળા ક્રમાંક 264 સાથે જોડી બનાવવામાં આવેલ છે. આજ રોજ શાળા ક્રમાંક 264 દ્વારા શાળા ક્રમાંક 326ની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સમગ્ર દિવસ દરમ્યાન શાળામાં રહી અત્રેની શાળાનું અવલોકન કરવામાં આવ્યું હતું. શાળાની નવીન બાબતોની આપલે, શિક્ષક કાર્યનું અવલોકન, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બંને શાળાના ધો.6થી 8ના વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોએ ભાગ લીધેલ હતો.

Saturday, January 6, 2024

શ્રી આર. કે. નારાયણપ્રાયમરી સ્કુલ નં. 326 ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

દેશના વડાપ્રધાન અને તે સમયે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું ગ્લોબલ વિઝન જેની અનુભૂતિ આજ સુધી ગુજરાત કરી રહ્યું છે. એવું વર્ષ 2003 થી દર 2 વર્ષે યોજાતું વાયબ્રન્ટ ગુજરાત સમિટ કે જેના થકી કરોડોના એમઓયુ અને રોકાણ ગુજરાતના સર્વાંગી વિકાસને એક અલગ જ સ્તર પર લઈ જાય છે."Vibrant Gujarat Civic Engagement & City Beautification" અન્વયે સુરત મહાનગરપાલિકા દ્વારા ता-25/12/2023 थी ता. 13/01/2024 ६२म्यान विविध કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી આર. કે. નારાયણ પ્રાયમરી સ્કુલ નં. 326, વિજયાનગર, ઉધના, સુરત શાળા ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
       જેમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વર્ણિમ ગુજરાત, સ્વચ્છ ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત, ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, નિર્મળ ગુજરાત, ગાંધીજીનું ગુજરાત, ગુજરાત (આપણો) અમૃત વારસો, ગુજરાતની ભાતીગળ પરંપરા, ગુજરાત ઇન ઇ.સ. 2030, ગુજરાતનાં ઉદ્યોગો & વેપાર, ગુજરાતનાં રાસ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Tuesday, December 26, 2023

શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326 ખાતે વીર બાલ દિવસની ઊજવણી

આજ રોજ શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326, ઉધના, સુરત ખાતે વીર બાલ દિવસ ની ઉજવણી કરવામાં આવી. સિખ્ખુ ધર્મના દસમાં ગુરુ શ્રી ગોવિંદ સિંહે ધર્મની રક્ષા માટે મોઘલો સામે ઝઝુમ્યા. ગુરુ શ્રી ગોવિદ સિંહે દેશના લોકોને ધર્મ માટે જાગૃત કર્યા. તેમણે મોઘલો દ્વારા જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવાનો વિરોધ કર્યો. 26 મી ડિસેમ્બર 1705 ના દિવસે તેમના બે પુત્રો જોરાવર સિંહ અને ફતેહસિંહ ને મોઘલો એ જીવતા દિવાલમાં ચણી દિધા. ગુરુ ગોવિંદ સિંહ અને તેમના પુત્રોના ત્યાગ અને બલિદાનને યાદ કરવા આપણા વડા પ્રધાનશ્રી એ 2022 ના 26 મી ડિસેમ્બર ને દર વર્ષે ભારતના વીર બાળ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો. ગુરુ ગોવિંદ સિંહ, તેમની માતા ગુજરી, તેમના પુત્રોને તેમના બલિદાન અને ત્યાદ માટે હંમેશા લોકો યાદ રાખશે.

Saturday, December 23, 2023

શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326માં જન્મદિવસ નિમિત્તે સાબુ દાનનો નવતર પ્રયોગ

કોરોના મહામારીથી સાબિત થયું છે કે સાબુ વડે હાથ ધોવાથી રોગોના સંક્રમણને રોકી શકાય છે. જે ધ્યાને રાખી શાળામાં સાબુ બેન્ક ની સ્થાપના કરવામાં આવી હતી. અત્યારે ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326 ખાતે નવતર પ્રયોગ તરીકે વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા સાબુ દાનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જે વિદ્યાર્થી/વિદ્યાર્થિની કે શિક્ષકોનું જન્મદિવસ હોય કે શુભ પ્રંસગ હોય ત્યારે શાળામાં ચોકલેટની જગ્યાએ સાબુ દાન કરવામાં આવે છે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર દિવસ દરમ્યાન હાથ ધોવા માટે કરવામાં આવે છે. આમ આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સ્વચ્છતાની સાથે દાન જેવા ગુણોનો પણ વિકાસ થાય છે.