આજ રોજ તા.૨૬/૦૧/૨૦૨૦ અત્રેની શ્રી આર. કે. નારાયણ
ઈંગ્લીશ સ્કુલ નં. ૩૨૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૭:૩૦ કલાકે શાળામાં તમામ બાળકો, શિક્ષકો, એસ.એમ.સી.
સભ્યો તથા વાલીઓ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે સાંસદશ્રી
સી.આર.પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ આકસ્મિક સંજોગોને કારણે નગર
સેવકશ્રી તેમજ બાંધકામ સમિતિના ચેરમેનશ્રી સોમનાથ મરાઠે સાહેબના હસ્તે શાળા
ક્રમાંક-૨૧૧,૨૧૧,૩૨૬ તથા સુમન હાઈસ્કુલ નં.૬ નું સંયુક્ત ધ્વજવંદન
કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પણ કૃતિઓ રજુ કરી હતી.
વર્ષ ૨૦૧૯ દરમ્યાન જે વિસ્તારમાં દીકરીનો જન્મ થયો હોય તેમનું સન્માન કરવામાં
આવ્યું હતું. શાળામાં દાન આપનાર શ્રી ગુલાબભાઈનું પણ સન્માન મહેમાનશ્રીના હસ્તે
કરવામાં આવ્યું હતું. શાળામાં ભણી ગયેલ વિદ્યાર્થીની શ્રી મયુરી કમલાકર પાટીલનું
પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. અંતે કાર્યક્રમ પૂર્ણ જાહેર
કરવામાં આવ્યું હતું.