Saturday, January 13, 2024

એ... કાઈપો છે....: સુરત ઉધનાની શ્રી આર. કે.નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326 ખાતે ઉત્તરાયણ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

આજ રોજ શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 326, વિજયાનગર, ઉધના સુરત ખાતે મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી ના ભાગરૂપે "KITE MAKING COMPETITION" આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ 1થી 8 તથા બાલવાટિકાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રંગબેરંગી પતંગો બનાવી આનંદ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા પતંગ ચગાવતી વખતે રાખવાની કાળજીની સમજ આપવામાં આવી હતી. તેમજ આ તહેવાર વિશે માહિતી આપવામાં આવી હતી.

Monday, January 8, 2024

શ્રી આર. કે. નારાયણ પ્રાથમિક શાળા ક્ર. 326માં TWINNING કાર્યક્રમ યોજાયો

શિક્ષણ મંત્રાલય ભારત દ્વારા 'Twinning of School' કાર્યક્રમ અમલમાં મુકાયેલો છે. આ કાર્યક્રમ શાળાઓ વચ્ચે ભાગીદારી તરીકે ઓળખાય છે. બે શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજા પાસેથી શીખે તેવો ઉદેશ આ

'Twinning of School' કાર્યક્રમનો છે. શાળાઓ વચ્ચે સુસંગત શિક્ષણની તકો માટે પરસ્પર જોડાણ સ્થાપિત થાય, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોની વહેચણી થઈ શકે.
આ કાર્યક્રમ અંતર્ગત અહીંની શાળાની જોડી નજીકની નગર પ્રાથમિક શાળા ક્રમાંક 264 સાથે જોડી બનાવવામાં આવેલ છે. આજ રોજ શાળા ક્રમાંક 264 દ્વારા શાળા ક્રમાંક 326ની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સમગ્ર દિવસ દરમ્યાન શાળામાં રહી અત્રેની શાળાનું અવલોકન કરવામાં આવ્યું હતું. શાળાની નવીન બાબતોની આપલે, શિક્ષક કાર્યનું અવલોકન, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બંને શાળાના ધો.6થી 8ના વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોએ ભાગ લીધેલ હતો.

Saturday, January 6, 2024

શ્રી આર. કે. નારાયણપ્રાયમરી સ્કુલ નં. 326 ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

દેશના વડાપ્રધાન અને તે સમયે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું ગ્લોબલ વિઝન જેની અનુભૂતિ આજ સુધી ગુજરાત કરી રહ્યું છે. એવું વર્ષ 2003 થી દર 2 વર્ષે યોજાતું વાયબ્રન્ટ ગુજરાત સમિટ કે જેના થકી કરોડોના એમઓયુ અને રોકાણ ગુજરાતના સર્વાંગી વિકાસને એક અલગ જ સ્તર પર લઈ જાય છે."Vibrant Gujarat Civic Engagement & City Beautification" અન્વયે સુરત મહાનગરપાલિકા દ્વારા ता-25/12/2023 थी ता. 13/01/2024 ६२म्यान विविध કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી આર. કે. નારાયણ પ્રાયમરી સ્કુલ નં. 326, વિજયાનગર, ઉધના, સુરત શાળા ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
       જેમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વર્ણિમ ગુજરાત, સ્વચ્છ ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત, ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, નિર્મળ ગુજરાત, ગાંધીજીનું ગુજરાત, ગુજરાત (આપણો) અમૃત વારસો, ગુજરાતની ભાતીગળ પરંપરા, ગુજરાત ઇન ઇ.સ. 2030, ગુજરાતનાં ઉદ્યોગો & વેપાર, ગુજરાતનાં રાસ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.